કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત
અપ્રમાણસર મિલ્કતના કેસમાં CBI-ED તપાસના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ્દ કર્યો છે. રાહુલ ગાંધીને પક્ષકાર બનાવીને નવેસરથી સુનાવણીનો આદેશ આપ્યો, ભાજપ કાર્યકરની અરજી પર તપાસનો આદેશ આપ્યો હતો, જેને રાહુલ ગાંધીએ પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામે સંપત્તિ વિવાદમાં મોટો
આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીની તપાસનો આદેશ રદ્દ કરતો હુકમ કર્યો છે. આ આદેશ અલ્હાબાદ
હાઈકોર્ટે CBI અને ED ને આપ્યો હતો. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા
રાહુલ ગાંધીને કથિત અપ્રમાણસર મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત આપી છે. સુપ્રીમ
કોર્ટે CBI-ED તપાસના આદેશને રદ્દ કરી
દીધો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ભાજપ કાર્યકરની અરજી પર આપ્યા હતા આદેશ
ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે અલ્લાહાબાદ
હાઈકોર્ટને આ મામલે નવેસરથી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં રાહુલ ગાંધીને પક્ષકાર બનાવવામાં આવે, જેથી તેમનો પક્ષ પણ સાંભળી શકાય. અગાઉ, અલ્લાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ભાજપના કાર્યકર્તા
વિગ્નેશ શિશિરની અરજી પર સુનાવણી કરતા રાહુલ ગાંધી સામેના આરોપોની CBI અને ED દ્વારા તપાસ
કરાવવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની
વિદેશ યાત્રાઓ પાછળ અત્યાર સુધીમાં અંદાજે 60 કરોડ રૂપિયા
ખર્ચ્યા છે, જે તેમની જાહેર કરાયેલી આવક
કરતાં ઘણા વધારે છે.
રાહુલ ગાંધીનો પક્ષ ન સાંભળ્યાનો આરોપ
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એ પણ પૂછ્યું હતું કે ગુપ્ત
પ્રક્રિયાઓની માહિતી અખબારોમાં કેવી રીતે પ્રકાશિત થઈ. 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટે રાહુલ
ગાંધી વિરુદ્ધ આદેશ આપતા પહેલાં તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. ત્યારબાદ સુપ્રીમ
કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટની કાર્યવાહી મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો. તે સુનાવણી
દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે રાહુલ ગાંધીને સુનાવણીનો મોકો આપ્યા વિના
હાઈકોર્ટે આ મામલે આદેશો શા માટે આપ્યા. બુધવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તમામ
આદેશો રદ કરી દીધા. સાથે જ મામલો નવા સિરેથી સુનાવણી માટે હાઈકોર્ટને પરત મોકલી
દીધો. રાહુલ ગાંધી તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ હાજર રહ્યા.