CJI સૂર્યકાંત પર અપમાનજનક ટિપ્પણી કરનાર વકીલ કોર્ટરૂમમાંથી બહાર ધકેલાયા
વકીલ પોતાના પર થયેલ માનહાનિના કેસને લઈ નારાજ હતા, મુખ્ય ન્યાયાધીશ પર વ્યક્તિગત ટિપ્પણી કરવી પડી શકે છે ભારે, અગાઉ પણ વકીલો દ્વારા મુખ્ય ન્યાયાધીશ સાથે અશોભનીય વર્તનના કિસ્સા આવ્યા છે સામે.
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ભારે હંગામો થયો
હતો અને જે ચર્ચાનો વિષય બન્યો છે. વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ અપમાનજનક
ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો. વકીલે CJI સૂર્યકાંત
વિરૂદ્ધ અભદ્ર અને વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. તાત્કાલિક સુનાવણીની માંગ સાથે બેન્ચ
સમક્ષ પહોંચેલા આ વકીલે CJI પર અપ્રમાણિકતાનો
આરોપ લગાવ્યો હતો અને સર્વોચ્ચ ન્યાયિક પદ પર બેસવાને લાયક નથી તેવી ગંભીર ટિપ્પણી
કરી હતી, આ ઘટના બાદ સુરક્ષા કર્મચારીઓએ વકીલને કોર્ટરૂમની બહાર કાઢ્યા હતા.
જસ્ટિસ મોહનાએ પણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને એક વકીલ વચ્ચે
તીખી દલીલ થઈ હતી, વકીલની વાત સાંભળ્યા બાદ પણ CJI એ સહેજ પણ ગુસ્સે
થયા વગર વકીલને રાહ જોવા કહ્યુ, ત્યારે વકીલે કહ્યુ કે તેઓ રાહ નહી જૂએ, આ સમગ્ર
ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ મોહનાએ વકીલને આ પ્રકારની ટિપ્પણી કરતા અટકાવવાનો પ્રયાસ
પણ કર્યો હતો. પરંતુ વકીલ ન માન્યા અને પોતાની વાતનું પુનરાવર્તન કર્યુ.
વ્યક્તિગત ટિપ્પણી
કર્યા બાદ કોર્ટરૂમમાંથી બહાર ધકેલાયા
વકીલે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ
જણાવ્યું કે, તેમણે 2 નવેમ્બરે CJIની ઓફિસમાં એક મામલો રજૂ કર્યો હતો, પરંતુ 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જવાબ
મળ્યો નથી. હકીકતમાં, વકીલ પોતાની સામે ચાલી રહેલ અવમાનનાના એક કેસને
લઈને નારાજ હતા. બપોરે 2 વાગ્યે
નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના આ મુદ્દો ઉઠાવવા બદલ વકીલે માફી માંગી અને
કાગળો તપાસવા આગ્રહ કર્યો. જસ્ટિસ મોહનાએ આ રીતે મુદ્દો ઉઠાવવા સામે વાંધો ઉઠાવ્યો
હતો. તેમણે
બેન્ચમાં હાજર જસ્ટિસ મોહના અને જસ્ટિસ બાગચી પ્રત્યે સન્માન જ વ્યક્ત કર્યુ હતુ.
કોર્ટરૂમમાં હાજર વકીલોના જણાવ્યા પ્રમાણે નારાજ વકીલની વ્યક્તિગત ટિપ્પણી બાદ
સુરક્ષાકર્મચારીઓએ વકીલને કોર્ટરૂમની બહાર ધકેલ્યા હતા. કોર્ટમાં હાજર અન્ય વકીલોએ
CJI સામે અયોગ્ય અને અપમાનજનક
ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થિતિ વણસતા કોર્ટની સુનાવણીનું
સીધુ પ્રસારણ મ્યુટ કરી દેવામાં આવ્યુ હતુ,
અગાઉ પણ જસ્ટિસ બી.આર.ગવઈ
તરફ જૂતુ ફેંકવાની હિમાયત થઈ હતી
6 ઓક્ટોબર 2025ના
રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે તત્કાલીન CJI બી. આર. ગવઈ તરફ
જૂતું ફેંક્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે વકીલ ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે
જોડાયેલા એક કેસમાં CJIની ટિપ્પણીથી નારાજ હતા.ઘટના દરમિયાન વકીલે ધાર્મિક નારા પણ લગાવ્યા હતા.
સુરક્ષાકર્મીઓએ તેમને તાત્કાલિક કોર્ટરૂમની બહાર કાઢી મૂક્યા હતા. CJI ગવઈએ આ ઘટનામાં સંયમ જાળવી રાખ્યો અને સુનાવણી
ચાલુ રાખવા જણાવ્યું હતું. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ વકીલને પ્રેક્ટિસમાંથી
સસ્પેન્ડ કરી દીધા હતા.