TRAI ની મોટી કાર્યવાહી, 1.24 લાખ નંબર્સ બ્લોક કરી દીધા
સ્પામ કોલ્સ અને મેસેજ પર લગામ કસવા કડક કાર્યવાહી, 1.24 લાખથી વધુ નંબરો અને ટેલિકોમ સેવાઓ પર પ્રતિબંધ, 374 સંસ્થાઓને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ, ગ્રાહકોને સુરક્ષા આપવા AI નો ઉપયોગ.
TRAI એ સ્પામ કોલ
અને મેસેજ મોકલનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 1.24
લાખથી વધુ મોબાઈલ નંબરો અને ટેલીકોમ સેવાઓ પર પ્રતિબંધ મુક્યો છે. ઉપરાંત, નિયમોનો ભંગ કરનાર 374 સંસ્થાઓને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ
કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ મોબાઈલ ગ્રાહકોને અનિચ્છનીય કોલ અને
મેસેજથી સુરક્ષા આપવાનો છે.
બ્લેકલિસ્ટ થયેલાને એક વર્ષ સુધી નવી ટેલિકોમ સેવા નહી મળી
શકે
ટ્રાઈના અહેવાલ મુજબ પ્રથમ વખત નિયમોનો ભંગ કરનારા 1.10લાખ કનેક્શનની કોલ અને મેસેજ સુવિધા પંદર દિવસ
માટે બંધ કરવામાં આવી હતી. વારંવાર નિયમો તોડનારા 13,777 કનેક્શન એક વર્ષ માટે બંધ કરાયા છે. આ ઉપરાંત 3725
એસએમએસ હેડર બ્લોક કરાયા છે. બ્લેકલિસ્ટ થયેલી સંસ્થાઓ આગામી એક વર્ષ સુધી નવી
ટેલીકોમ સેવા મેળવી શકશે નહિ.
TRAI ની DND એપ દ્વારા મોટાભાગની ફરિયાદો નોંધાઈ
આ ત્રણ મહિનામાં ટ્રાઈને સ્પેમ કોલ અને મેસેજ બાબતે 15.29
લાખ ફરિયાદો મળી હતી, જેમાંથી 7.23
લાખ ફરિયાદો કાર્યવાહીપાત્ર હતી. કુલ ફરિયાદોમાંથી 92.9 ટકા ફરિયાદો ટ્રાઈના
ડીએનડી એપ દ્વારા નોંધાઈ હતી. ટેલીકોમ કંપનીઓએ એઆઈની મદદથી 19.9 અબજ શંકાસ્પદ કોલ
અને મેસેજ ઓળખ્યા હતા. કેવાયસી ચકાસણીમાં નિષ્ફળ ગયેલા 9977 કનેક્શન પણ બંધ કરાયા
હતા.
સ્પામ કોલ્સ ઓળખવા માટે ટ્રાઈએ સીરીઝ નક્કી કરી છે.
સ્પેમ કોલ
ઓળખવા માટે ટ્રાઈએ અલગ નંબર સીરીઝ નક્કી કરી છે. પ્રમોશનલ કોલ માટે 140, બેંકિંગ, વીમા અને
સરકારી સેવાઓ માટે 1600 તેમજ ડિલિવરી અને આવશ્યક સેવાઓ માટે 1601 સીરીઝ રાખવામાં
આવી છે. સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં 22,449 કરોડ ગ્રાહકોએ ડીએનડી રજિસ્ટ્રીમાં
પોતાની પસંદ નોંધાવી હતી, જે કુલ મોબાઈલ
ગ્રાહકોના 16.64 ટકા છે