વ્લાદિમિર ઝેલેન્સ્કીએ લિબિયામાં રશિયન જહાજ ફૂકી માર્યુ
યુક્રેનની રશિયા સામે લિબિયાના દરિયામાં મોટી હિમાયત, 7 સી ડ્રોનથી કર્યો રશિયન વોરશિપ પર અટેક, બેનગાઝી બંદર પર જહાજને અપાવી સમાધિ, ઝેલેન્સ્કીએ વીડિયો જાહેર કરી પુષ્ટિ કરી
યુક્રેન દ્વારા
લીબિયામાં રશિયન યુદ્ધ જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેને ડ્રોન દ્વારા
કરેલા હુમલામાં રશિયાનું જહાજ સમુદ્રમાં સમાઇ ગયું હતું. જ્યારે રશિયાએ યુક્રેન પર
24 કલાકમાં 843 હુમલા કર્યા હતા અને અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ
હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું સાથે જ અનેક ઇમારતોને નુકસાન પણ
પહોંચ્યું હતું.
યુક્રેને લિબિયામાં રશિયન જહાજ ઉડાવતા પુતિન ધુઆંપુઆં
અમેરિકાના પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવાની મોટી વાતો કરી રહ્યા છે જોકે
તેની કોઇ જ અસર નથી થઇ રહી, અનેક બેઠકો છતા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આગળ વધી રહ્યું છે. લીબિયામાં રશિયાના નેવી બેઝ પર
યુક્રેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને આ હુમલા માટે ડ્રોનની મદદ લીધી
હતી, હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ ડુબી ગયું હતું સાથે જ
એરક્રાફ્ટ કેરિયર મર્ક્યુરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
સાઈબેરિયામાં પણ રશિયાની
ઓઈલ રિફાઈનરી પર હુમલો
આ હુમલા બાદ
રશિયાના નેવી બેઝમાં આગ લાગી ગઇ હતી. આ માહિતી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા
આપવામાં આવી હતી. સાથે જ સાઇબેરિયામાં રશિયાની ઓઇલ રિફાઇનરી પર પણ યુક્રેન દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ રોસ્ટવ પ્રાંતમાં પણ એક રશિયન ઓઇલ રિફાઇનરીનું
કામ અટકાવી દેવુ પડયું હતું, સ્થાનિક ગવર્નર
યુરીએ કહ્યું હતું કે યુક્રેનના ડ્રોન અને મિસાઇલ દ્વારા આ હુમલા કરાયા હતા જે છ
કલાક સુધી ચાલ્યા હતા. જ્યારે લીબિયાએ યુક્રેનના હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રને
પત્ર લખ્યો છે અને આ સમગ્ર મામલે દખલ દેવાની માગણી કરી છે. આ હુમલામાં લીબિયા અને
રશિયાના 10 નાગરિકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત રશિયાની એક કાર્ગો શિપને પણ નિશાન
બનાવવામાં આવી હતી.
ઝેલેન્સ્કીએ
હુમલાની જાણકારી ટેલિગ્રામ પર આપી
યુક્રેને રશિયા
સામે પોતાની સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારતા આફ્રિકન દેશ લિબિયાના દરિયાકાંઠે
રશિયન જહાજોને નિશાન બનાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સકીએ
ટેલિગ્રામ પર જાણકારી આપતા દાવો કર્યો છે કે, યુક્રેની સેનાએ 7 દરિયાઈ ડ્રોનની મદદથી લિબિયાના બેનગાઝીબંદર પર રશિયન
નૌકાદળના યુદ્ધ જહાજ 'મર્કરી' પર હુમલો કરીને તેને દરિયામાં ડુબાડી દીધું છે.
આ કાર્યવાહીમાં રશિયન સેનાનું Ka-27 ફાઈટર
હેલિકોપ્ટર પણ નષ્ટ થઈ ગયું છે.
22 નવેમ્બરે
યુક્રેને રશિયન જહાજ પર હુમલો કર્યો હતો
ઝેલેન્સકીના
જણાવ્યા અનુસાર, 22 નવેમ્બરના રોજ લિબિયાના દરિયાકાંઠા પાસે થયેલા આ
હુમલામાં યુક્રેની સેનાએ રશિયા સાથે જોડાયેલા અન્ય એક જહાજ 'MV Angara' ને પણ નિશાન બનાવ્યું હતું, જેનો ઉપયોગ રશિયા હથિયારોની હેરાફેરી કરવા માટે
કરતું હતું.
યુક્રેન પ્રમુખ
ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર વીડિયો શેર કર્યો
ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં દરિયાઈ ડ્રોન બંને જહાજો સાથે અથડાતા અને જહાજોમાંથી આગ તથા ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળે છે.વીડિયોમાં દેખાતા જહાજોની ઓળખ 'મર્કરી' અને 'MV Angara' તરીકે કરી છે. સેટેલાઈટ તસવીરોથી 22 નવેમ્બરે બેનગાઝી પોર્ટમાં મર્કરીને નુકસાન થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે લિબિયન નેશનલ આર્મીના ફૂટેજ મુજબ MV Angara પરનો હુમલો બેનગાઝીના દરિયાકાંઠાથી આશરે 6 કિલોમીટર દૂર થયો હતો.

રશિયન સંરક્ષણ
મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહી
આ બંને ઘટનાઓ અને
હેલિકોપ્ટર નષ્ટ થવા અંગે રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર
નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડની ખાડીમાં રશિયા સાથે જોડાયેલા એક
માલવાહક જહાજ પર ડ્રોન હુમલાના થોડા જ સમય બાદ યુક્રેને આ મોટી કાર્યવાહી કરી છે.