શેનઝેનમાં સુપરપાવર દેશના રાષ્ટ્રાધ્યક્ષોની ઐતિહાસિક બેઠક યોજાઈ
ચીનના શેનઝેન શહેરમાં અમેરિકા, ચીન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ. પરમાણુ હથિયારો, ઈરાન અને યુક્રેન યુદ્ધને લઈને રાષ્ટ્રાધ્યક્ષોએ ખુલીને ચર્ચા કરી અને પોતાના મત રજૂ કર્યા. યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે આશાનું કિરણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શેનઝેન શહેરમાં ઐતિહાસિક બેઠક મળી છે.જિનપિંગે કહ્યું કે ત્રણેય દેશોએ એકબીજા સાથે મિત્રતા જાળવવી જોઈએ. તેમની વચ્ચે કોઈપણ પ્રકારનો ટકરાવ ન હોવો જોઈએ. તેમણે પરમાણુ હથિયારોને માણસના માથે લટકતી તલવાર ગણાવ્યા છે. આ બેઠકમાં પરમાણુ હથિયારો, ઈરાન અને યુક્રેન સહિતના મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
બેઠકની સરખામણી
યાલ્ટા પરિષદ સાથે કરાઈ
અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોની ઐતિહાસિક
બેઠકની સરખામણી 1945ની યાલ્ટા પરિષદ સાથે કરવામાં આવી રહી છે.
ત્યારે અમેરિકા, બ્રિટન અને સોવિયેત સંઘના નેતાઓ એકસાથે બેઠા
હતા. આ બેઠકમાં યુદ્ધ પછીના જર્મની અને યુરોપના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી
હતી. તેનાથી સંયુક્ત રાષ્ટ્રની રચનાનો માર્ગ પણ તૈયાર થયો હતો. જોકે, બાદમાં અમેરિકા અને સોવિયેત સંઘના સંબંધો
બગડ્યા અને શીત યુદ્ધ શરૂ થયું. 81 વર્ષ બાદ શેનઝેનમાં
ત્રણ મોટી તાકાતોના નેતાઓ એવા સમયે મળ્યા છે, જ્યારે
રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈરાન સંઘર્ષ ચાલુ છે. જોકે, 1945માં ત્રણેય દેશો એક સંયુક્ત શત્રુ સામે સાથે
હતા, જ્યારે આ વખતે અમેરિકા, રશિયા અને ચીનના હિતો તથા દુનિયાને લઈને તેમના
વિચારો અલગ-અલગ છે.
ચીનના રાષ્ટ્રપ્રમુખે તાઈવાન મુદ્દે અમેરિકાને રોકડું પરખાવ્યુ
ત્રણે
રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે 80 મિનિટ સુધી બેઠક ચાલી હતી. ત્રિ-પક્ષીય બેઠકમાં ચીનના
રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પાંચ મોટા નિવેદનો આપ્યા છે. જેમાં ચીન-રશિયા અને
અમેરિકાની મિત્રતા જળવાઈ રહે તેના પર ભાર મૂક્યો છે. ત્રણે દેશ વચ્ચે લડાઈ કે
ટકરાવ ન થાય તે વિશ્વ શાંતિ માટે અનુકુળ હોવાની વાત કરી હતી. પરમાણુ હથિયારો
સંપૂર્ણ નાબૂદ થવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે. શી જિનપિંગે કહ્યુ છે કે પરમાણુ
યુદ્ધ ન તો જીતી શકાય કે ન તેનો અંત આવે. વિવાદો અને યુદ્ધનો વાતચીત દ્વારા ઉકેલ
લાવવા પર ભાર મૂક્યો છે. તાઈવાનને લઈ અમેરિકાને પણ સીધા શબ્દોમાં ચેતવણી આપી છે કે
સાવચેતીભર્યા પગલા લેવા જોઈએ, જો કોઈ એવા પગલા ભર્યા તો ભારે નુકસાની વેઠવી પડી
શકે તેમ છે.
ઈરાન યુદ્ધ કરતા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં ટ્રમ્પને વધુ રસ
ત્રિ-પક્ષીય
બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ મહત્વના નિવેદન આપ્યા છે. ઈરાનને પરમાણુ
હથિયાર બનાવવા ન દેવા માટે અમેરિકા મક્કમ છે તેમ જણાવ્યુ હતુ. પરમાણુ હથિયારોની
સંખ્યા ઘટાડવા અંગે ભાર મૂક્યો છે અમેરિકી રાષ્ટ્રપતિએ, યુક્રેન યુદ્ધ અંગે વિશેષ
ટિપ્પણી કરી છે કે વાતચીતથી રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવો જોઈએ. બંને દેશ
હવે યુદ્ધનો અંત આવે તેવુ જ ઈચ્છી રહ્યા છે. ICC ની ટીકા કરતા
ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈન્ટરનેશનલ અદાલત નિર્ધારિત મર્યાદાથી આગળ વધીને કામ કરી રહી
છે. અમેરિકા અને ચીન બંને ઇચ્છે છે કે હોર્મુઝ જળમાર્ગમાંથી તેલનો પુરવઠો ચાલુ
રહે. ઈરાન સાથેના યુદ્ધ બાદથી અહીં જહાજોની અવરજવર અટકી ગઈ છે.
પુતિને મહાસત્તાઓએ ભેગા મળીને કામ કરવા પર ભાર મૂક્યો
બેઠકમાં પુતિને
ત્રણે મહાસત્તાઓને સાથે મળીને કામ કરવા અંગે ભાર મૂક્યો છે. પુતિને કહ્યુ કે ત્રણે
દેશ સાથે મળીને કામ કરે તો દુનિયામાં સ્થિરતા આવી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ
અને સુરક્ષાને સહિયારી બાબત ગણાવી છે. દુનિયાના દેશોમાં એકબીજા વચ્ચે વધતા તણાવને
વાતચીતથી ઉકેલવા જોઈએ તેમ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને જણાવ્યુ હતુ. પુતિને
વધુમાં જણાવ્યુ હતુ કે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને અમેરિકી ખેડૂતોના હિતમાં વધુ સોયાબીન ખરીદવાની અપીલ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ચીનમાં કૃષિ ઉત્પાદનોની માંગ ઘણી વધારે છે અને તેણે અમેરિકાના ખેડૂતો પાસેથી વધુ ખરીદી કરવી જોઈએ. ટ્રમ્પે જિનપિંગને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા.
પુતિન અને જિનપિંગ
સાથેની મુલાકાત પૂર્ણ કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પરત જવા માટે
રવાના થયા છે.