અમેરિકામાં ક્રુઝ શિપ અને ઓઈલ ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, 180 માંડ માંડ બચ્યા
મિસિસિપી નદી પર ન્યુ ઓર્લિયન્સ પોર્ટ પર ક્રુઝ શિપ સાથે ટેન્કર ટકરાયુ. ટેન્કરે કાબુ ગુમાવતા બની ઘટના. તમામ મુસાફરો અને ક્રુ સુરક્ષિત.
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક ટેન્કરે 129 મુસાફરોને લઈ જઈ રહેલી રિવર ક્રૂઝને ટક્કર મારી, જેના કારણે તે ડૂબી ગઈ. મિસિસિપી નદીમાં બનેલી આ ઘટનાના
કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આ અકસ્માત અમેરિકાના લુઇઝિયાના રાજ્યના ન્યૂ
ઓર્લિયન્સ શહેરમાં થયો. મિસિસિપી નદી અહીંનો સૌથી મોટો અને વ્યસ્ત માર્ગ છે, જ્યાંથી દરરોજ મોટા-મોટા ટેન્કર અને ક્રૂઝ પસાર થાય છે. મેયર
હેલેના મોરેનોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મિસિસિપી નદી
પર આ એક ખરેખર ચમત્કાર છે. કોઈ પણ વ્યક્તિ ગુમ નથી. તેમણે જણાવ્યું કે 32 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈની પણ હાલત ગંભીર નથી.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બોટ પલટતા 32 ઘાયલ
અહેવાલો અનુસાર ક્રૂઝનું નામ અમેરિકન હેરિટેજ છે. આ અમેરિકન
ક્રૂઝ લાઇન્સની પેડલવ્હીલવાળી નાવ છે. ક્રૂઝ કિનારે હતું, ત્યારે સામે તરફથી આવી રહેલા એટલાન્ટિક એસ્ફાલ્ટ ટેન્કરે
તેને ટક્કર મારી. ટક્કર થઈ ત્યારે ધાતુ અને કાચના ટુકડાઓ ચારેય તરફ વેરાઈ ગયા હતા.
ટગબોટ ઓપરેટર્સ, પોલીસ, નજીકના મજૂરો અને બચાવકર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ
કરી દીધી હતી. અનેક લોકો અને બે પોલીસ અધિકારીઓને 19 ડિગ્રી
સેલ્સિયસ તાપમાનવાળા નદીના ઠંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન જ બોટમાં પાણી ભરાઈ
ગયું અને તે પલટી ગઈ. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ત્યાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. મદદ માટે અનેક જહાજો
ત્યાં આવી પહોંચ્યા હતા.
મુસાફરોનો સામાન ખોવાયા સિવાય કોઈ જાનહાની નહિ
ક્રૂઝ કંપનીએ રોલ કોલ દ્વારા તમામની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરી
હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના ઓળખપત્રો, ફોન અને ચાવીઓ
ખોવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો બહારગામના હતા. મેયરે જણાવ્યું કે તેમના માટે
ચાર્જર, ભોજન, હોટેલ અને વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.