અમેરિકાના મિયામી એરપોર્ટ પર બે વિમાન વચ્ચે ટક્કર
172 મુસાફરો સવાર પ્લેન એક-બીજા સાથે ટકરાયા, પેસેન્જર પ્લેનની વિન્ગ કાર્ગો વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ, 2 મુસાફરો ઘાયલ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે પરસ્પર ટક્કર
થઈ હતી. પનામા સિટીથી આવેલુ કોપા એરલાઈન્સનું મુસાફર વિમાન એરપોર્ટ પર આગળ વધી
રહ્યુ હતુ, ત્યારે તેની વિંગ UPS ના કાર્ગો
વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ ગઈ. મુસાફર વિમાનમાં સવાર 2 મુસાફરો ઘાયલ થયાના
અહેવાલો સામે આવ્યા હતા. મુસાફર વિમાનમાં 166 મુસાફરો, 6 ક્રુ મેમ્બર્સ સહિત 172
લોકો સવાર હતા, તે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાતે 9 વાગ્યે થયો અકસ્માત
અમેરિકન સમય પ્રમાણે રાતે 9 વાગ્યે થયો હતો અકસ્માત. તે
સમયે બંને વિમાન એરપોર્ટના ટેક્સી વે પર ચાલી રહ્યા હતા. UPS નું કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટો જવા માટે ઉડાન ભરવા
તૈયારી કરી રહ્યુ હતુ. ટક્કર બાદ તુરંત જ કોપા એરલાઈન્સના પાયલટે ATC ને આ વિશે જાણ કરી હતી. કોપા એરલાઇન્સના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જણાવ્યું, 'કોઈએ અમારા વિમાનને ટક્કર મારી છે.' ત્યારબાદ કંટ્રોલ ટાવરે UPSના પાઇલટને પૂછ્યું કે શું તેમના વિમાનની બીજા વિમાન સાથે
ટક્કર થઈ હતી.આ અંગે UPSના પાઇલટે જવાબ આપ્યો, 'હા, અમે થોડું આગળ
નીકળી ગયા હતા. ત્યારબાદ બીજા વિમાનની વિંગ અમારા વિમાન સાથે અથડાઈ.' થોડા સમય બાદ કોપાના પાઇલટે જણાવ્યું કે તેમના
વિમાનની ડાબી વિંગ પણ તૂટેલી લાગે છે.
અકસ્માતનું કારણ જાણવા થશે તપાસ
ટક્કર થતાં જ વિમાન
અચાનક એક તરફ ઝટકો ખાઈને વળી ગયું. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા, પરંતુ ક્રૂ મેમ્બર્સે તરત જ બધાને પોતાની બેઠકો
પર બેઠા રહેવા જણાવ્યું.કોપા એરલાઇન્સે
જણાવ્યું કે વિમાનને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત
રીતે ઉતારી લેવામાં આવ્યા. બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બાકીના મુસાફરો અને
ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. કંપનીએ તપાસમાં અધિકારીઓને સહયોગ કરવાની વાત કહી છે.UPSએ પણ પોતાના વિમાનના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું કે તે દુર્ઘટનાનું કારણ જાણવા માટે
અધિકારીઓ સાથે કામ કરશે.
અગાઉ અકસ્માતમાં પાંચના મોત થયા હતા
મિયામી એરપોર્ટ પર
આ ઘટના લગભગ બે મહિના પહેલાં થયેલા એક મોટા અકસ્માત બાદ બની છે. 6 સપ્ટેમ્બરે સાન જુઆન, પ્યુર્ટો રિકોથી આવેલું એમેઝોનનું કાર્ગો વિમાન રનવે પરથી
આગળ નીકળી ગયું હતું. વિમાને એરપોર્ટની સીમા તોડીને બે વાહનોને ટક્કર મારી હતી અને
તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા
હતા અને 5 લોકો ઘાયલ થયા
હતા.તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનના પાઇલટે
લેન્ડિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું.
આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે અમેરિકામાં એર ટ્રાફિક
કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે હજારો ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે અને લાખો મુસાફરો
રઝળી પડ્યા છે.