ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 12 નિર્દોષના મોત
2 દિવસમાં ખેલાયુ મોતનું તાંડવ, વાહનો નદી અને ખીણમાં ખાબકતા 12 એ જીવ ગુમાવ્યો, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસમાં 2 ગમખ્વાર અકસ્માતમાં 12
નિર્દોષોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રૂદ્રપ્રયાગમાં બોલેરો વાન
ખીણમાં પડતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ઋષિકેષ-બદ્રીનાથ હાઈવે પર બસ એક પુલ
પરથી નીચે પાણીમાં પડી જતા 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આમ બંને દુર્ઘટનાઓમાં અત્યાર
સુધી 12ના હ્રદયદ્રાવક મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભીષણ અકસ્માત
અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
https://x.com/PMOIndia/status/2122535593871843592?a=24CXxTUsaujQ7BHVgiM&s=20
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં બાંસવાડા-કંડાકા મોટર
માર્ગ પર ગઈ કાલે મોડી સાંજે ભીષણ અકસ્માત થયો છે. બોલેરો વાન અનિયંત્રિત થઈને 500
મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. આ સમયે બોલેરો વાનમાં 10 જણા સવાર હતા, જેઓ એક લગ્ન
સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર
લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા આપત્તિ
નિયંત્રણ રૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને DDRF, SDRF તથા સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી
હતી. ઘટનાસ્થળે ભારે અંધારું અને ઊભી ખડકો હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે
મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં જવાનોએ રાત્રે મોડા સુધી રાહત અને
બચાવ કાર્ય ચાલુ રાખીને સ્ટ્રેચરની મદદથી તમામ 6 ઘાયલોને સુરક્ષિત બહાર કાઢીને
સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
https://x.com/ANI/status/2122518689098711533?a=rrKyDE9vZlnDaLoFIwo&s=20
ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર પાસે વધુ એક મોટો
અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. આ બસમાં અંદાજે 30થી 35 લોકો સવાર હતા.
આ દુર્ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા
છે, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે એક વ્યક્તિએ
એઈમ્સ (AIIMS)માં સારવાર દરમિયાન દમ
તોડ્યો હતો. આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા
છે, જેમને હાલ હોસ્પિટલમાં
સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ
ઘટનાની જાણ થતાં જ SDRF પોસ્ટ વ્યાસી
અને ઢાલવાલાની ટીમો તાત્કાલિક કામે લાગી ગઈ હતી. SDRFના કમાન્ડન્ટના
આદેશ અનુસાર બચાવ કામગીરીને વેગ આપવા માટે વધારાની ટીમો પણ મોકલવામાં આવી છે.
હાલમાં ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત છે અને તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માતના
ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
https://x.com/ians_india/status/2122528430562718066?a=zW2B7FDQg_azz7vzjuA&s=20