ધૃવ રાઠીની વધી મુશ્કેલી: દિલ્હી કોર્ટે જાહેર કર્યુ બિનજામીનપાત્ર વોરંટ
પ્રખ્યાત યુ ટ્યુબર સામે દિલ્હીની કોર્ટે જાહેર કર્યુ બિનજામીનપાત્ર વોરંટ, 2018ના માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટની કાર્યવાહી, વધુ સુનાવણી 3 ડિસેમ્બરે હાથ ધરાશે.
દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા પ્રખ્યાત યુટ્યુબર ધૃવ રાઠી
સામે એક કેસને લઈને બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ છે. 2018ના માનહાનિના કેસમાં
બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. ફરિયાદી વિકાસ પાંડેની ફરિયાદ પર જજ
અમન રઈસ ખાને આદેશ બહાર પાડ્યો છે, આ કેસ મુદ્દે વધુ સુનાવણી 3 ડિસેમ્બરે હાથ
ધરવામાં આવશે.
ધૃવ રાઠીએ વીડિયોમાં ખોટા દાવા કર્યાનો આરોપ
વિકાસ પાંડે 'I
Support Narendra Modi' નામનું પેજ ચલાવે
છે. આરોપ છે કે ધ્રુવ રાઠીએ મે 2018માં બનાવેલા 'BJP IT Cell Part II' નામના વીડિયોમાં વિકાસ પાંડે સામે ખોટા અને
માનહાનિકારક દાવા કર્યા હતા. વીડિયોમાં ભાજપના આઈટી સેલ દ્વારા પાંડેને લાંચ
આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વીડિયો રિટ્વીટ કર્યો હતો
ધ્રુવ રાઠીના
સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીના
તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયોને રિટ્વીટ કર્યો હતો. આ ઘટનાને
પગલે વિકાસ પાંડેએ અરવિંદ કેજરીવાલ અને ધ્રુવ રાઠી બંને સામે માનહાનિની કાર્યવાહી
શરૂ કરી હતી.
ધૃવ રાઠી વિદેશમાં રહેતા હોવાથી સમન્સની બજવણી થઈ શકી ન હોવાથી કાર્યવાહી
ગત 12 ઓક્ટોબરે
કોર્ટે સુનાવણી અને ધ્રુવ રાઠીને હાથોહાથ સમન્સ પાઠવવાની અરજી મંજૂર કરી હતી.
ફરિયાદી તરફથી વકીલે દલીલ કરી હતી કે રાઠી મુખ્યત્વે વિદેશમાં રહેતા હોવાથી
વર્ષોથી સમન્સની બજવણી થઈ શકી નથી. આ દલીલ બાદ કોર્ટે હવે ધ્રુવ રાઠી સામે
બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.